:: આમુખ ::
જયારે કોઇ પણ માતાનું મરણ થાય છે ત્યારે તેમના દિકરા/દિકરી અગત્યની સેવાથી વંચિત રહી જાય છે. સમાજ પણ તેમના નાણાંકીય અથવા ગેર નાણાંકીય જવાબદારીથી વિમુખ થઈ જાય છે,તેથી દેશની આર્થિક અને સામાજિક ઉન્નતિ અટકે છે.એક માતાનું મરણએ ખાનગી ક્ષતિ નથી પણ આ સમગ્ર પરિવાર, સમગ્ર સમાજ અને સમગ્ર રાષ્ટ્રની ક્ષતિ છે.તે માતાનો પરિવાર તેમના પ્રેમ,પોષણ,સેવા અને યોગદાનથી વંચિત રહી જાય છે.
એક દશકના વધારે અભ્યાસથી જોવા મળેલ છે કે,થોડા વધુ પગલા લેવાથી માતાને પ્રસુતી દરમ્યાન થતાં જોખમોથી નિવારી શકાય છે.જો માતા મરણ અટકાવવું હોય તો પ્રસુતા માતાને પ્રસુતી દરમ્યાન,બાળક જન્મતી વખતે તથા પ્રસુતી પછી સંપૂર્ણ અને સમયસર સારવાર મળવી જોઈએ.
માલ ન્યુટ્રીશન/એનિમીયાનું પ્રમાણ સ્ત્રીમાં વધારે છે.આદિવાસી મહિલાઓમાં આ વધુ પડતું જોવા મળે છે.જો આપણે ન્યુટ્રીશન/એનિમીયાનું પ્રમાણ ઘટાડી શકીયે તો માતા મરણનું પ્રમાણ ઘટાડી શકાય છે.માતા અને બાળકનું પોષણ વધારવા માટે સતત પ્રયાસથી માતા અને બાળ મરણ અટકાવી શકાય છે.આ સમસ્યા માટે "ઈ-મમતા" એક મહત્વપૂર્ણ પગલું થઈ શકે છે.
![]() |
![]() |
|



